સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે શું?
સમદોષ: સમાગ્નિ: સમધાતુ મલક્રિયા
પ્રસન્ન: આત્મા ઇન્દ્રિય મન: સ્વસ્થ ઇત્યભિધિયતે
મહર્ષિ સુશ્રુતઆચાર્ય
વાત, પીત્ત અને કફ આ ત્રણે દોષ સમાન હોય
પાચનક્રિયા સારી હોય
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર વગેરે ધાતુ સમાન હોય
મળ, મૂત્રાદી સરખા હોય
પાંચ જ્ઞાનદ્રિયો,
પાંચ કર્મેન્દ્રિયો,
મન, બુદ્ધિ, ચિત અને અહંકાર આ ચાર અંતઃકરણ પણ સારા હોય
અને આત્મા પ્રસન્ન હોય તેને સંપૂર્ણ સ્વસ્થ જાણવો.
પ્રકૃતિ એટલે શું?
પ્રકૃતિ એટલે શું?
વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી રહેતું માનવશરીરનું એક વિશિષ્ટ પ્રકારનું બંધારણ એટલે પ્રકૃતિ.
પ્રકૃતિ મનોદૈહિક બંધારણ છે.
નક્કી થયેલી પ્રકૃતિ જીવન પર્યંત રહે છે.
વ્યક્તિના શરીરના બંધારણમાં રહેલા દોષોનું અધિકપણું જે તે વ્યક્તિની પ્રકૃતિ દર્શાવે છે.
અહીં દોષ એટલે અમુક નિશ્ચિત ગુણોયુક્ત માનવ શરીરના મનોદૈહિક બંધારણનો ઘટક.
દોષના ત્રણ પ્રકાર છે. (વાત, પિત્ત અને કફ)
આપણું શરીર પંચમહા ભૂતોનું બનેલું છે. (પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ)
દોષો પંચમહાભૂતોની મદદથી જ બને છે. (પૃથ્વી + જળ = કફ, જળ + તેજ =પિત્ત, વાયુ + આકાશ =વાત)
પ્રકૃતિ ગત દોષો વધે તો રોગ ઉત્પન્ન થાય છે.
પ્રકૃતિ કેવી રીતે ઘડાય છે? (ગર્ભાધાન દરમ્યાન માતા-પિતાના દોષોને આધીન ગર્ભાવસ્થાના સમય દરમ્યાન માતા-પિતાના આહાર વિહારના આધારે અન્ય પરિબળો જાતિ, જ્ઞાતિ ધર્મ, સમાજ, દેશ વગેરે)
પ્રકૃતિના પ્રકાર (વાત, પિત્ત, કફ, વાત-પિત્ત / પિત્ત-વાત, પિત્ત-કફ / કફ-પિત્ત, કફ-વાત / વાત-કફ, વાત-પિત્ત-કફ)
તમારી પ્રકૃતિ કઈ છે? ખબર ન હોય તો જાણો
પ્રકૃતિ જાણવાના ફાયદા
વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી રાખી શકાય.
દિવસ દરમ્યાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ, જેના થકી સ્વાસ્થ્યની સંભાળ લઇ શકાય.
ઋતુ પ્રમાણે આહાર વિહારની સાવધાની રાખવામાં સરળતા રહે.
સામાન્ય રીતે થતા હેલ્થના પ્રશ્નોને નિવારી શકાય
સામેની વ્યક્તિની પ્રકૃતિનો ખ્યાલ તો તેની સાથે વ્યવહાર કરવામાં પણ ઘણી સુગમતા રહે છે.
આપણાં શરીરમાં દોષોનું કાર્ય અને સ્થાન
કફનું કાર્ય: કફ શરીરની સંરચનાને (બંધારણને) નિયંત્રીત કરે છે અને પ્રભાવિત કરે છે.
પિત્તનું કાર્ય: પિત્ત શરીરમાં પાચન ક્રિયાને નિયંત્રિત કરે છે અને પ્રભાવિત કરે છે.
વાતનું કાર્ય: વાત શરીરમાં થતી ગતિને નિયંત્રિત કરે છે અને પ્રભાવિત કરે છે.
દોષના સ્થાન:
વાયુનું મુખ્ય સ્થાન મોટું આંતરડું છે તે ઉપરાંત કેડ અને પગના હાડકા, કાન, ચામડી અને સામાન્ય રીતે સમગ્ર શરીર છે.
પિત્તનું સ્થાન યકૃત,પ્લીહા, હૃદય, આંખ, ત્વચા, પક્વાશય અને આમશય વચ્ચે ગ્રહણીમાં છે.
કફનું સ્થાન છાતી, કંઠ, માથું, ક્લોમ, સાંધા, ડોક, નાક, હાથ અને આમશય છે
વ્યક્તિને પ્રકૃતિ અને શરીરના ભાગો માતા-પિતા તરફથી વારસામાં મળે છે.
◼ પિતા માતા તરફથી નીચેના ભાગો વારસામાં મળે છે.
ત્વચા, લોહી, માંસ, મેદ, નાભિ, હૃદય, યકૃત, પ્લીહા, ક્લોમ, વૃક્ક, બસ્તિ, મોટું આંતરડું, હોજરી, પકકવાશય, ગુદા, નાનું આંતરડું, અને હૃદયમાં રહેલ મેદ.
◼ પિતા તરફથી નીચેના ભાગો વારસામાં મળે છે.
વાળ, દાઢી, નખ, શરીર ઉપરના વાળ, દાંત, હાડકા, શિરાઓ (veins), સ્નાયુઓ, ધમનીઓ અને શુક્ર.
◼ પ્રકૃતિ પણ માતા-પિતા તરફથી વારસામાં મળે છે.
ગર્ભ રહેવાની પ્રક્રિયા દરમ્યાન,
ગર્ભાવસ્થા દરમ્યાન માતાના ખાન-પાન(આહાર વિહાર)
ઘરના વાતાવરણની અસર, દેશ, કાળ, ધર્મ, જ્ઞાતિ વગેરેની પણ અસર થાય છે.
આયુર્વેદ શાસ્ત્રની વિશેષતા એ છે કે ખુબજ શાસ્ત્રીય અને વિશેષ સમજ આપે છે.
વાત,પિત્ત અને કફની હાજરી વ્યક્તિએ વ્યક્તિમાં, દિવસના સમયના ભાગમાં, ઋતુઓમાં અને વ્યક્તિની ઉંમરમાં પણ હોય છે.
બાળપણમાં કફનું પ્રધાનપણું,
યુવાનીમાં પિત્તનું પ્રધાનપણું અને
વૃધ્ધાવસ્થામાં વાતનું પ્રધાનપણું હોય છે.
વ્યક્તિની મૂળ પ્રકૃતિ ભલે ગમે તે હોય. એટલે જ વૃઘ્ધ લોકો ગમે તે પ્રકૃતિના હોય મોટી ઉંમરે વાને લગતા પ્રોબ્લેમ વધુ હોય, ઘણીવાર ઊંઘ વહેલી ઉડી જવી વગેરે. (ઉંમરને કારણે વાનો પ્રકોપ અને સાથે સાથે વહેલી સવારે પણ વાતનું પ્રધાનપણું હોય) એટલે આ પરિસ્થિતિ સ્વાભાવિક છે અને તેમાંય જો વ્યક્તિની પોતાની પ્રકૃતિ પણ વાત હોય તો વધુ મુશ્કેલી થાય.
હવે જો વ્યક્તિને દોષ અને પ્રકૃતિનો ખ્યાલ હોય તો તેમાં શું તકેદારી રાખવી અને શું ઉપચાર કરવો જોઈએ તે પ્રમાણે કાળજી રાખી શકાય.
દોષોનો પ્રભાવ
બચપણમાં કફનો પ્રભાવ હોય છે.
યુવાન ઉંમરમાં પિત્તનો પ્રભાવ હોય છે.
વૃદ્ધ ઉંમરમાં વાતનો પ્રભાવ હોય છે.
દિવસના અને રાત્રીના 6 થી 10 કફનો પ્રભાવ હોય છે
દિવસના અને રાત્રીના 10 થી 2 પિત્તનો પ્રભાવ હોય છે.
દિવસના અને રાત્રીના 2 થી 6 વાતનો પ્રભાવ હોય છે
ભોજનના પાચનના પ્રારંભમાં કફનો પ્રભાવ હોય છે.
ભોજનના પાચનના મધ્ય ભાગમાં પિત્તનો પ્રભાવ હોય છે
ભોજનના પાચનના અંતિમ ભાગમાં વાતનો પ્રભાવ હોય છે
આયુર્વેદના મત પ્રમાણે આપણુ શરીર સાત ધાતુનું બનેલું છે. આ ધાતુ બેલેન્સ્ડ હોય તો શરીર તંદુરસ્ત છે તેમ કહેવાય. તે જાળવવા માટે પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ અને જરૂર પડે તો યોગ્ય ઔષધો પણ લેવા જોઈએ.
આ સાત ધાતુ નીચે પ્રમાણે છે.
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી, મજ્જા અને વીર્ય.
ખોરાકમાંથી પહેલા રસ બને અને પછી ક્રમશ બાકીની ધાતુ બને. હવે ઘણીવાર મેદ બને પછી આગળની ધાતુ બનવાનું બંધ થઈ જાય તો શરીર મેદસ્વી બની જાય છે. માટે બધી ધાતુ યોગ્ય માત્રામાં બને તે જોવું જરૂરી છે.
આયુર્વેદમાં સ્વાસ્થ્ય અંગેની કાળજી
આયુર્વેદમાં સ્વાસ્થ્ય અંગે નીચેનો ક્રમ હોય છે.
રોગ જ ન થાય તે માટે શી કાળજી રાખવી.
રોગ થાય તો તેનું યોગ્ય જાણકાર પાસે નિદાન કરાવવું
રોગીની પ્રકૃતિ પ્રમાણે યોગ્ય ઔષધો દ્વારા સારવાર કરવી.
ભોજન અને પ્રવાહીમાં લેવાતી સામગ્રીમાં નીચેના છ રસોમાંથી એક, બે કે વધારે રસોનું મિશ્રણ હોય છે. અને આ રસો પણ વાત,પિત્ત અને કફ દોષોનું સમન કરે એટલે ઓછા કરે અથવા સંચય એટલે કે વધારો કરે.
રસ: ખાટો/અમ્લ, ખારો/લવણ, તીખો/તિક્ત, તુરો/કષાય, મધુર/મીઠો અને કડવો/કટુ.
આ છ પ્રકારના રસો છે.
વાત શામક: મધુર, ખાટો, ખારો આ ઉપરાંત ભારે, તૈલી અને ગરમ ખોરાક વાતનું સમન કરે.
વાત પ્રકોપક : કડવો, તીખો, તુરો આ ઉપરાંત હળવો, સુકો અને ઠંડો ખોરાક વાતને વધારે.
પિત્ત શામક: તુરો, તીખો, મધુર અને આ ઉપરાંત ભારે, સુકો અને ગરમ ખોરાક પિત્તનું સમન કરે.
પિત્ત પ્રકોપક: કડવો, ખાટો, ખારો અને આ ઉપરાંત હળવો,તૈલી અને ગરમ ખોરાક પિત્તને વધારે.
કફ શામક: કડવો, તીખો, તુરો અને આ ઉપરાંત હળવો, સુકો અને ગરમ ખોરાક કફનું સમન કરે.
કફ પ્રકોપક: મધુર, ખાટો, ખારો અને આ ઉપરાંત ભારે,તૈલી અને ઠંડો ખોરાક કફને વધારે
આયુર્વેદ મત પ્રમાણે રોગ થવાના કારણો
વાત, પિત્ત અને કફ ત્રણે દોષ સમાન હોય એટલે કે જે તે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં હોય તેટલા જ રહે તો વ્યક્તિ સ્વસ્થ છે એમ કહેવાય પરંતુ વધે તો રોગનું સ્વરૂપ ધારણ કરે.
દોષો રોગનું સ્વરૂપ ધારણ કેવી રીતે કરે છે?
દોષનો સંચય થાય એટલે કે વધે
પ્રકોપ થાય
પ્રસરે એટલે કે ફેલાય
સ્થાન સંશ્રય થાય એટલે કે એક સ્થળે ભેગો થાય
રોગ થયાની નિશાની દેખાય
રોગ પૂર્ણ અવસ્થામાં વિકસિત થઇ જાય
હવે આપણું કામ દોષનો સંચય જ ન થાય તે જોવાનું છે. વધતો અટકાવવાનું છે. દોષ વધવાના કારણો શું છે?
આહાર એટલે કે ખાનપાન
વિહાર એટલે કે રહેણી કરણી
માનસિકતા વિચાર સરણી
વય એટલે કે ઉંમર
અન્ય કારણો
આટલી બાબતોનું ધ્યાન રાખવાથી રોગ થવાની સંભાવના જ ઘટી જાય
આયુર્વેદ મત પ્રમાણે રોગ થવાના કારણો
1. વિષયોના (અહીં વિષયો એટલે પંચ વિષયો જેવા કે જોવું, સાંભળવું, સૂંઘવું, ખાવું-પીવું, બોલવું અને સ્પર્શ કરવો )
● વિષયોના અતિયોગ એટલે કે વધુ પડતા ઉપયોગથી.
● વિષયોના અયોગ એટલે કે ઉપયોગના અભાવથી
● વિષયોના મિથ્યાયોગ એટલે કે દુરૂપયોગથી રોગ જન્મે છે.
2. આવેગોને રોકવાથી (નીચેના આ બધા કુદરતી આવેગો છે તેને રોકવાથી લાંબા ગાળે રોગ થવાની સંભવના છે.)
● મળ,
● મૂત્ર,
● વીર્ય શ્રાવ,
● વાછૂટ,
● ઉલટી,
● છીંક,
● ઓડકાર,
● આળસ મરડવી,
● ભૂખ,
● તરસ,
● આંસુ આવતા રોકવા,
● નીદ્રા,
● અને મહેનત પછીનો શ્વાસ.
∆ આયુર્વેદમાં નીચેના આવેગોને રોકવાની સલાહ આપવામાં આવી છે.
● વધુ પડતું બોલવું
● કડવું બોલવું
● મસ્કરી કરવી
● ખોટું બોલવું
● વધુ પડતું બોલવું
● અસામાજિક વ્યવહાર કરવો.
● પરસ્ત્રી ગમન અને અપ્રાકૃત મૈથુન
● ચોરી
● હિંસા
∆ નીચેના સૂક્ષ્મ આવેગોને રોકવાની સલાહ આપવામાં આવી છે.
● લોભ,
● અહંકાર,
● શોક,
● નિર્બળતા,
● ભય,
● ઈર્ષા,
● ક્રોધ,
● આસક્તિ,
● બીજાના પૈસા પડાવી લેવાની વૃત્તિ.
■ આયુર્વેદના મત પ્રમાણે રોગોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે.
∆ અંતર્જાત : ત્રણ દોષનું સંતુલન બગડવાથી થતાં રોગ.
∆ બહિર્જાત: પ્રદુષિત હવા, ઝેર, બેકટેરિયા, વાયરસ, પાણી વગેરેથી થતાં રોગો.
∆ માનસિક (psychic): મનના વિક્ષેપને કારણે(કોઈ કામ ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે) મન વિકક્ષિપ્ત થાય છે અને માથું દુખવું, ટેંશન થવું, ડિપ્રેસન થઈ જવું બીપી થવું વગેરે પ્રકારના રોગો થઈ શકે છે.
Prakruti Parikshan
Dosha (Tridosha)
Vata Dosha
Pitta Dosha
Kaph Dosha