પલાળેલી મગફળીના ચમત્કારી ફાયદા જાણીને રોજ ખાવાનું શરુ કરી દેશો તમે.
મગફળીમાં જરૂરી પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. એવામાં જો તમે કોઈ કારણસર દૂધ નથી પી શકતા તો વિશ્વાસ રાખો મગફળીનું સેવન તેનો એક ઉત્તમ વિકલ્પ છે.
મગફળી સ્વાદમાં તો ઉત્તમ હોય જ છે પણ ઓછા લોકોને ખબર હશે કે તે સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. હમેશા લોકો તેને સ્વાદ માટે જ ખાતા હોય છે પણ વિશ્વાસ રાખો તેનાથી થતા ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
મગફળી પલાળીને કેમ ખાવી :
મગફળી આરોગ્ય માટે રામબાણ છે. ખાસ કરીને તે વનસ્પતિક પ્રોટીનનો એક સ્ત્રોત છે. હેલ્થ રીસર્ચમાં એ વાત સામે આવેલ છે કે દૂધ અને ઈંડા કરતા કેટલાય ગણું વધુ પ્રોટીન હોય છે મગફળીમાં.
તે ઉપરાંત તે આયરન, નીયાસીન, ફોલેટ, કેલ્શિયમ અને જિંક નો સારો સ્ત્રોત છે. થોડા જ મગફળીના દાણામાં 426 કૈલરીઝ, 5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન અને 35 ગ્રામ વસા હોય છે.
તેમાં વિટામીન ‘ઈ’ અને ‘બી6’ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. સાથે જ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો પલાળેલી મગફળી ખુબ વધુ ફાયદાકારક હોય છે. કેમ કે મગફળીના દાણાને પાણીમાં પલાળવાથી તેમાં રહેલા ન્યુટ્રીએંટસ શરીર સંપૂર્ણ રીતે એબ્જોર્બ કરી લે છે.
મગફળીના ઉત્તમ ફાયદા :
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે: મગફળી કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રિત કરવામાં મહત્વની કામગીરી કરે છે. કોલેસ્ટ્રોલના પ્રમાણમાં 5.1 ટકા નો ઘટાડો આવે છે. તે ઉપરાંત ઓછું ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (એલડીએલસી) નું પ્રમાણ પણ 7.4 ટકા ઘટે છે.
શુગર કન્ટ્રોલ કરે છે: પલાળેલી મગફળીના ઉપયોગથી શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. સાથે જ તે ડાયાબીટીસથી બચાવે છે.
પાચન શક્તિ વધારે છે: મગફળીમાં જરૂરી પ્રમાણમાં ફાઈબર્સ હોવાને લીધે તે પાચન શક્તિ વધારે છે. તેના નિયમિત ઉપયોગથી કબજિયાતની તકલીફ દુર થઇ જાય છે. સાથે જ, ગેસ અને એસીડીટીની તકલીફમાં પણ રાહત મળે છે.
ગર્ભવતી મહિલાઓ માટે: ફાયદાકારક મગફળીનો નિયમિત ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉત્તમ હોય છે. તેમાં ફોલિક એસીડ હોય છે જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મદદ કરે છે.
હાર્ટની તકલીફમાં છુટકારો: સંશોધન દ્વારા તે પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ મગફળીના થોડા દાણા ખાવાથી હ્રદયની બીમારી થવાનો ભય ઓછો રહે છે.
ત્વચા માટે પણ છે લાભદાયક: મગફળી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં ઓમેગા-6 ફૈટ પણ ભરપુર પ્રમાણમાં મળે છે, જે સ્વાસ્થ્ય કોશિકાઓ અને ઉત્તમ ત્વચા માટે જવાબદાર છે.
મુડ સારો બનાવે છે: મગફળીમાં ટેસ્ટોફેન હોય છે જેના કારણે જ તેના ઉપયોગથી મુડ પણ સારો રહે છે. એટલે જ ખારી શીંગ ખાવા માં આવે છે જેનાથી તરત મૂડ આવી જશે
ઉંમરની અસર ઓછી કરે છે: પ્રોટીન, લાભદાયક વસા, ફાઈબર, ખનીજ, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. માટે જ તેના ઉપયોગથી સ્કીન કાયમ માટે યુવાન જેવી દેખાય છે.
આંખો માટે છે રામબાણ: મગફળીનો ઉપયોગ આંખો માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં બીર્ટ કેરોટીન મળી આવે છે જેનાથી આંખો તંદુરસ્ત રહે છે.