EFT Tapping
Emotional Freedom Technique (EFT) This method is an alternative treatment for physical pain and emotional distress.
This is also referred to as the tapping or psychological acupressure method.
Tapping on certain parts of the body balances the body's energy system and can treat pain.
According to Gary Craig, energy disruptions are the cause of all negative emotions and pain.
Like the acupuncture method, EFT focuses on meridian points - or energy hot spots - to restore balance to your body's energy system.
The cause and symptoms of a negative experience or emotion are relieved when this energy balance is restored.
According to Chinese medicine, the meridian points are considered as the energy channels of the body.
This point helps balance the flow of energy to maintain your health. This can influence any imbalanced disease or illness.
In the acupuncture method, needles are used to apply pressure to these energy points. EFT involves tapping with the fingers to apply pressure.
Tapping helps to access the body's energy and send signals to the part of the brain that regulates stress.
Stimulating meridian points through EFT tapping can reduce stress or negative emotions, and rebalance disturbed energy.
EFT ટેપીંગ
ભાવનાત્મક સ્વતંત્રતા તકનીક (EFT) આ પદ્ધતિ શારીરિક પીડા અને ભાવનાત્મક તકલીફ માટેની વૈકલ્પિક સારવાર છે.
આને ટેપીંગ અથવા સાયકોલોજિકલ એક્યુપ્રેશર પદ્ધતિ તરીકે પણ જોવમાં આવે છે.
શરીરને અમુક ભાગો પર ટેપ કરવાથી શરીરની ઉર્જા પ્રણાલીમાં સંતુલન સ્થાપિત થાય છે અને તેના કારણે પીડાની સારવાર થઈ શકે છે.
ગેરી ક્રેગના જણાવ્યા મુજબ, ઊર્જામાં પડતો વિક્ષેપ એ બધી નકારાત્મક લાગણીઓ અને પીડાનું કારણ છે.
એક્યુપંક્ચર પદ્ધતિની જેમ, EFT તમારા શરીરની ઊર્જા પ્રણાલીમાં સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે મેરિડીયન પોઈન્ટ - અથવા એનર્જી હોટ સ્પોટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
નકારાત્મક અનુભવ અથવા લાગણીઓના કારણ અને તેના લક્ષણોમાંથી રાહત થાય છે જયારે આ ઉર્જા સંતુલન પુનઃસ્થાપિત થઇ જાય છે.
ચાઈનીઝ મેડિસિન પ્રમાણે, મેરિડીયન પોઈન્ટ્સને શરીરની ઊર્જાના વિસ્તારક તરીકે માનવામાં આવે છે.
આ પોઇન્ટ તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે ઊર્જાના પ્રવાહને સંતુલિત કરવામાં મદદ કરે છે. આનાથી કોઈપણ અસંતુલિત રોગ અથવા માંદગીને પ્રભાવિત કરી શકાય છે.
એક્યુપંક્ચર પદ્ધતિમાં આ ઊર્જા બિંદુઓ પર દબાણ લાગુ કરવા માટે સોયનો ઉપયોગ કરવામાં આવે છે. EFT માં દબાણ લાગુ કરવા માટે આંગળીઓથી ટેપ કરવામાં આવે છે.
ટેપિંગ દ્વારા શરીરની ઉર્જાને એક્સેસ કરવામાં અને મગજના જે તે ભાગમાં સિગ્નલ મોકલવામાં મદદ કરે છે જેના થકી તણાવ નિયંત્રિત થાય છે.
EFT ટેપીંગ દ્વારા મેરિડીયન પોઈન્ટને ઉત્તેજીત કરવાથી તણાવ અથવા નકારાત્મક લાગણીઓમાં ઘટાડો કરી શકાય છે, અને વિક્ષેપિત થયેલી ઊર્જા ફરી સંતુલિત થાય છે.