Hemant Ritu (Late Autumn/Pre-Winter) -
હેમંત ઋતુ (પાનખરના અંતમાં/શિયાળા પહેલા)
Late Autumn/Pre-Winter Season (Mid- November to Mid- January)
Hemant Ritu (Winter) brings certain changes in our body and surroundings. Due to which certain doshas are triggered in our body.
It is imperative that we balance the doshas.
It becomes necessary to incorporate some changes in our lifestyle, diet and routine.
The winter season is characterized by dusty weather, drop in temperature, cold and cold winds and feels cold
Due to which the imbalance of vata and kapha dosha is created in the body.
During this season there is an overwhelming dominance of the sweet rasa and the earth and water Mahabhuts.
One's energy and strength are found to be at a high point and pitta dosha disorder is reduced and the efficiency of fire is increased.
During winters, Agni or Gastric fire of the body increases due to vata dosha which increases your appetite.
Thus, food consumption increases. So one needs to be more aware of food to satisfy their hunger during winter.
હેમંત ઋતુ (મધ્ય- નવેમ્બર થી મધ્ય- જાન્યુઆરી)
હેમંત ઋતુ (શિયાળો) આપણા શરીરમાં અને આજુબાજુના વાતાવરણમાં અમુક ફેરફારો કરે છે. જેના લીધે આપણા શરીરમાં અમુક દોષો ઉત્તેજિત થાય છે.
આપણે દોષોને સંતુલિત રાખવા તે હિતાવહ છે.
આપણી જીવનશૈલી, આહાર અને દિનચર્યામાં થોડા ફેરફારોનો સમાવેશ કરવો જરૂરી થઇ જાય છે.
શિયાળાની ઋતુમાં ધૂળવાળુ વાતાવરણ, તાપમાનમાં ઘટાડો, ઠંડી અને ઠંડા પવન અને ઠંડીનો અનુભવ થાય છે
જેના લીધે વાત અને કફ દોષનું અસંતુલન શરીરમાં પેદા થાય છે.
આ ઋતુમાં મધુર રસ અને પૃથ્વી અને જળ મહાભૂતો પર જબરજસ્ત પ્રભુત્વ જોવા મળે છે.
વ્યક્તિની ઉર્જા અને શક્તિ ઉચ્ચ સ્થાન પર જોવા મળે છે અને પિત્ત દોષની વિકૃતીમાં ઘટાડો થાય છે અને અગ્નિની કાર્યક્ષમતા વધે છે.
શિયાળા દરમિયાન, અગ્નિ અથવા શરીરની જઠરાગ્નિ વાત દોષને લીધે વધે છે જે તમારી ભૂખમાં વધારો કરે છે.
આમ, ખોરાકનો વપરાશ વધે છે. તેથી વ્યક્તિએ શિયાળા દરમિયાન તેમની ભૂખ સંતોષવા માટે ખોરાક માટે વધારે જાગૃત બનવું જરૂરી છે.
Lifestyle
Do regular oil massage and head massage.
Daily exercise and yoga should be done.
Hot water should be used, sunbathing and agarwood should be used on the body.
Substantial wear, use woolen fabrics. And footwear should always be worn
Sexual intercourse with a partner and staying in warm places are suggested.
જીવનશૈલી
નિયમિત તેલની માલિશ કરો અને માથાની મસાજ કરો.
દૈનિક વ્યાયામ અને યોગ કરવો જોઈએ.
ગરમ પાણીનો ઉપયોગ, સૂર્યસ્નાન અને શરીર પર અગરુનો ઉપયોગ કરવો જોઈએ.
નોંધપાત્ર વસ્ત્રો, વૂલન કાપડનો ઉપયોગ કરો. અને ફૂટવેર હંમેશા પહેરવા જોઈએ
જીવનસાથી સાથે જાતીય સંબંધ અને ગરમ સ્થળોએ રહેવાનું સૂચન કરવામાં આવે છે.
Dietary regimen
A person is recommended to eat greasy, sweet, spicy and salty foods and grains include new rice and green gram in pulses.
Drinking amla juice on an empty stomach is very beneficial.
Dairy foods like cow's milk, butter, ghee and edible oil should be taken especially during this season.
Honey should be included in your diet. And should drink warm soup regularly.
Healthy fruits and vegetables like amla, figs, apples, lemons, raisins, spinach, pumpkin, carrots etc. should be consumed in abundance.
It is better to drink warm water throughout the season.
Sugarcane juice and sugarcane should be consumed as they provide abundant energy and minerals.
For a non-veg eater, different meats etc. should also be included in the diet.
આહાર નિયમિન
વ્યક્તિએ ચીકણો, મીઠો , તીખો અને ખારો ખોરાક તથા અનાજમાં નવા ચોખા અને કઠોળમાં લીલા ચણા વગેરે ખાવાની ભલામણ કરવામાં આવી છે.
આમળાનો રસ ખાલી પેટે પીવાથી ખુબજ લાભ થાય છે.
ગાયનું દૂધ, માખણ, ઘી અને ખાદ્ય તેલ જેવા ડેરી ખોરાક આ ઋતુમાં ખાસ લેવા જોઈએ.
તમારા આહારમાં મધનો સમાવેશ કરવો જોઈએ. અને નિયમિતપણે ગરમ સૂપ પીવું જોઈએ.
આમળા, અંજીર, સફરજન, લીંબુ, કિસમિસ, પાલક, કોળું, ગાજર વગેરે જેવા આરોગ્યપ્રદ ફળો અને શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
આખી સિઝનમાં ગરમ પાણી પીઈએ તો સારું.
શેરડીના રસ અને શેરડીનું સેવન કરવું જોઈએ કારણ કે તે વિપુલ પ્રમાણમાં ઊર્જા અને ખનિજો પ્રદાન કરે છે.
નોનવેજ ખાવાવાળા માટે અલગ-અલગ માંસ વગેરેનો પણ ખાવાની પદ્ધતિમાં સામેલ કરવું જોઈએ.
Avoid
Do not overeat.
Unhealthy foods like fried foods, cold drinks (carbonated drinks), etc. should be avoided.
Vata-dosha aggravating foods, such as langu (mild) sprouts, cold and dry foods should be avoided.
Do not sleep during the day.
Do not go out in the cold.
ટાળો
અતિશય આહાર ના લેવો જોઈએ.
તળેલા ખોરાક, કોલ્ડડ્રિંક્સ (કાર્બોનેટેડ પીણાં), વગેરે જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવો જોઈએ.
વાતદોષ ઉત્તેજક ખોરાક, જેમ કે લઘુ (હળવા) સ્પ્રાઉટ્સ , ઠંડા અને સૂકા ખોરાકથી દૂર રહેવું જોઈએ.
દિવસના સમયે સૂવું ના જોઈએ.
ઠંડીમાં બહાર જવું ના જોઈએ.
Festival
Dussehra: Victory of Rama on the tenth day
Diwali: Festival of Lights
Makara Sankranti
તહેવાર
દશેરા: દસમા દિવસે રામનો વિજય
દિવાળી: રોશનીનો તહેવાર
મકર સંક્રાંતિ
તંદુરસ્તી માટે શિયાળામાં શું ખાશો ?
શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.
શિયાળામાં હેલ્થને ચમકાવવા માટે તમારા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
લીલું લસણ
લસણના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. પાચનને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે, જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.
બાજરો
આ એક એવું ધાન્ય છે જે શિયાળામાં જ ખાવું જોઈએ. બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે. એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ. બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. એમાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું જ. જાડા થવાની ચિંતા ન કરો. બાજરો અને ઘી તમને જાડા નથી બનાવતા, પરંતુ જરૂરી પોષણ અને શક્તિ આપે છે.
લીલી હળદર
શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે, એક લીલી હળદર અને બીજી આંબા હળદર. બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે. હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. આ ઉપરાંત એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે.
મૂળો
મૂળો આમ તો મુંબઈમાં ૧૨ મહિનામાંથી ૮ મહિના તો મળે જ છે, પરંતુ ખરેખર એ શિયાળામાં મળતું કંદમૂળ છે. એમાં ઘણા ડાયટરી ફાઇબર્સ રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદીની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝિન્ક અને ફશૅસ્ફરસ રહેલાં છે, જેને કારણે સ્કિન-પ્રૉબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા, ઍક્ને કે લાલ ચાઠાં જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
આમળાં
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. વિટામિન ઘ્થી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું જ ખાવું જોઈએ. આમળામાં રહેલું વિટામિન C વૉટર અને ઍર-સોલ્યુબલ છે. એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ.
લીલાં પાનવાળી શાકભાજી મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન
જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ મુંબઈમાં આમ તો બારેમાસ મળતી હોય છે, પરંતુ જે •તુમાં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય. રોટલા, પરોઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.
તુવેર-વટાણા-વાલ-લીલા ચણા
આ પ્રકારની બિયાંવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ મળે છે. આજકાલ લોકો એને ફ્રિજરમાં આખું વર્ષ સાચવે છે. આ બિયાંની ખાસિયત એ છે કે એ સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે. આપણે ઊંધિયામાં આ બિયાંઓનો પ્રયોગ ખાસ કરીએ છીએ. એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાંથી જ મળે છે, પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતાં આ બિયાં જુદી-જુદી વાનગીઓમાં વપરાય છે અને ચોક્કસ ખાવાં જોઈએ.
ખજૂર
ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે એ ગરમ પડે. ખજૂર ખાવાનો અને એ ન માનવાનો સારો સમય શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી. ખજૂર અને ઘીની જોડી છે. જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમનેમ થીણું ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ. ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.
તલ
તલ એક એવા પ્રકારનાં બીજ છે જેમાંથી આપણને ઘણી સારી ક્વૉલિટીની ફૅટ્સ મળે છે. એમાં ખૂબ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું છે. આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર અંદરથી ગરમ રહી શકે છે. તલ અને ગોળનું કૉમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે. તલ કાળા હોય કે લાલ, બન્ને ઘણા જ ફાયદો કરે છે. તલની ચીકી, તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ ખાઓ.
ગુંદર
ગુંદર કે ગુંદને આપણે ત્યાં ઘણો જ પોષણયુક્ત માનવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી. મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે. ગુંદના લાડુ બને છે, ગુંદની રાબ પણ બને છે. સુખડી, મેથી લાડુ, અડદિયા, તલનો પાક જેવા જુદા-જુદા કેટલાય પાકમાં ગુંદ વપરાય છે. એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે.
અડદિયા
જાતજાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે. ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે. ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય. આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ અને વસાણાં વાપરીએ છીએ એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે. અડદિયામાં કાળી અને ધોળી મૂસળી, ગોખરું, કૌચા, અક્કલગરો, પીપરીમૂળ, ખસખસ, એલચી, જાયફળ, જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે. લોકો આજકાલ હાઈ કૅલરીના નામે એ ખાતા નથી, પરંતુ એ એક ભૂલ છે. જે લોકો વેઇટલૉસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકાય. જરૂરી છે કે તમે સમજો કે એ કેટલું અને ક્યારે ખવાય. શિયાળામાં સવારે એક પાકનું બટકું અને એક કપ દૂધ એ બેસ્ટ નાસ્તો ગણાશે. પાકનાં જમણ ન હોય. પણ એ દરેક ઉંમરની વ્યક્તિએ ખાવા જ જોઈએ.
કપૂર અને લીંબુનો અકસીર ઇલાજ
દોઢ થી બે લિટર નવશેકું પાણી લો જેનું તાપમાન સહન થાય તેટલું ગરમ હોય. તેમાં એક લીંબુ નીચોવો. કપૂરની બે કે ત્રણ ગોળીઓનો બારીક પાવડર તે પાણીમાં મિક્સ કરો. આ પાણીમાં પાંચથી દસ મિનિટ સુધી પગ બોળી મૂકો. તમે તમારા શરીરની તમામ જકડાયેલ નસો છૂટી પડવાનો સ્પષ્ટ અનુભવ કરશો. આનું કારણ એ છે કે આપણા પગમાં 272 પ્રકારના પ્રેશર પોઈન્ટ છે, જે આપણા શરીરની તમામ ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે. લીંબુ અને કપૂર સાથેનું આ નવશેકું પાણી આ 272 પ્રકારના પ્રેશર પોઈન્ટને બહાલ કરે છે અને તે શરીરની તમામ નસોને ફરીથી સક્રિય અને સંપૂર્ણ રીતે મુક્ત કરે છે. તમારે ફક્ત પાંચથી દસ મિનિટ માટે આ કરવું પડશે. અને આ તમે સવારે અથવા સાંજે ગમે ત્યારે કરી શકો છો! આનાથી પગમાં કળતર બંધ થાય છે અને જો નસ દબાઈ ગઈ હોય અથવા કડક થઇ હોય તો તે પણ ખુલશે. અને માથાનો દુખાવો પણ આ ઉપાયથી બંધ થાય છે. જે લોકો માઈગ્રેન થી પીડાય છે તેમને પણ દુઃખાવો બંધ થઈ જશે, જો સ્નાયુઓ સખત હોય અથવા શરીર દુખતું હોય તો અચૂક રાહત થાશે. તેની કોઈ આડઅસર નથી અને તે સરળતા થી કરી શકાય છે. આ ઉપાય પાંચ દિવસ સુધી કરવો. આ ઉપાય જોવામાં સાદો સરળ લાગે છે, પરંતુ પરિણામ ખૂબ જ સારું અને અસરકારક છે!!દિવસમાં એકવાર આ સરળ ઉપચાર કરો. શરીરમાં કળતર, ઘૂંટણનો જૂનો દુખાવો, કમર, ગરદન અથવા કરોડરજ્જુમાં નસ દબાયેલ હોય અથવા સખત હોય, તો તે સંપૂર્ણપણે સાજી થઈ જશે. જૂની એડીનો દુખાવો પણ મટી જશે. ઘણા લોકોના લાખો રૂપિયા આનાથી બચી શકે છે. પગની તિરાડ પડેલી ત્વચા અને મૃત ત્વચા દૂર થાય છે અને પગ નરમ બને છે.
આ ઉપાય બીજા ને મોકલવા માટે વેબ પેજ અથવા વેબસાઈટ ને શેર કરો