રસોડાના મસાલા વૈદ્ય

🌺ધાણા સ્વભાવે ઠંડા, ગરમીને મારે દંડા.

🌺લસણ કરે પોષણ, મેદનું કરે શોષણ

🌺તીખું તમતમતું આદુ, માણસ ઉઠાડે માંદુ.

🌺લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું.

🌺પીળી તૂરી હળદર, શરીરની મટાડે કળતર.

🌺મધમધતી હીંગ, રસોડાનો છે કીંગ.

🌺ખાવ ભલે બટાકા, હીંગ બોલાવે ફટાકા

🌺કઢીમાં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો

🌺પચાવવા લાડુ બુંદીનો, રોજ ખાઓ ફૂદીનો.

🌺ખાવ કાળા મરી, સંસાર જાશો તરી.

🌺કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર.

🌺માપસર જમો, પછી ફાકો અજમો.

🌺તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજનું તંત્ર

🌺નાના નાના તલ, શરીરને આપે બળ.

🌺જીરાવાળી છાશ, પેટ માટે હાશ.

🌺લીલી સૂકી વરિયાળી, જીંદગી બનાવે હરિયાળી.

🌺લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા.

🌺કજિયાનું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી.

🌺વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો.

🌺કાળું કાળું કોકમ, ખૂજલી માટે જોખમ

🌺પેટને માટે દુવા, તીખાતીખા સૂવા.

🌺કમ્મર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા.

🌺મોં માંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ.

🌺ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા.

🌺રોજ રોજ ખારો, ના લો તો સારો.

🌺પથારીમાંથી ઉઠ, ને ફાકવા માંડ સૂંઠ.

🌺રોજ ખાઓ તજ, રોગ નહિ રાખે રજ

🌺કોળાના બીજ,આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ

🌺કેરીની ગોટલી, આરોગ્યની પોટલી

🌺સરગવો ખાઓ, બીમારીઓ ભગાવો

🌺પારિજાતના ઉકાળો, દુઃખાવા મટાડો

🌺નગોડના નવ ગુણ, દુઃખતી નસ કરે દૂર

🌺ઉકાળીને પીવો ગળો, બધા રોગની જળો.

🌺ખાઓ ચાવીને અળસી, કોઈ રોગ નહિ મળશી

🌺કાળુનમક અને સિંધવ, બધા રોગનો બાંધવ

🌺કપૂર કરશે પૂરી, રક્ષા આપના કુટુંબની

🌺અર્જુન છાલ, હદયના ખોલે વાલ

🌺બ્રાહ્મી સાથે દૂધ મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ

🌺ડોડીના પાન,આંખોની વધારે શાન

🌺રોજ ખાઓ તુલસીપત્ર, બીમારીઓ નહિ આવે અત્ર

🌺વધારો ફેફસાની શક્તિ, કરો જેઠીમધની ભક્તિ.

🌺ગોખરુ પ્રોસ્ટેટ માટે સાવ ખરું

🌺ખાઓ શંખપુષ્પી, વધારો બુદ્ધિ

🌺મામેજવો ને લીમડાની છાલ, ડાયાબીટીસ જાય હાલ

🌺બાવળની શીંગ, સાંધાના દુઃખાવાની રીંગ

🌺ખાઓ રોજ મેથી તો, NO એલોપથી

🌺દાડમનો રસ, શક્તિનો જશ.

🌺અશ્વગંધા ચૂર્ણ, સ્નાયુ સાંધાનું પકડે મૂળ

🌺રજકોને જવારા, વિટામિન B12 માટે સારા

🌺પપૈયા પાનનો રસ, ડેગ્યુંને કહે હવે ખસ

🌺મુલતાની માટી, ગુલાબની પાંખડી અને ચંદન, ચહેરાને કરે વંદન

🌺મીઠો લીમડાના પાન વાળની વધારે શાન

🌺 આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને રુષ્ટ પુષ્ટ રહીએ

🍋🍒👌🏾 ધર ના રસોડા નો ડોક્ટર. 👌🏾🍒🍋